Monday, 30 January 2017

ગઝલ

આજ પૂછું છું તને હું કારણો તું બોલ મૌલા,
મૂક બાજુ છોડ ધારા ધોરણો તું બોલ મૌલા.

છો હ્ર્દય ધીમું ધબકતું, મેં ધરી છે નેક છાતી,
માપવા છે કૈક જગના તારણો તું બોલ મૌલા.

પીઠ ખુલ્લી રાખતો'તો ઘાવ ઊંડા જીરવાને,
તોય દીધા તે ઝેરના મારણો તું બોલ મૌલા.

પ્યારવાળી જિંદગીને જીવવી છે મન ભરીને,
કેમ આપ્યાંતા કફનના કામણો તું બોલ મૌલા.

ના મરું હું, મારવાનો પણ નથી તુંયે 'કજલ'ને,
શીદ દાટ્યાતા ક્બરના ભારણો તું બોલ મૌલા.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment