Tuesday 31 January 2017

અછાંદસ

અછાંદસ કાવ્ય

વ્યસ્તતાના અંચળા હેઠળ
કયારેક થતી અવગણના
આમ તો સહજ હોઈ શકે
પણ
શુ પરિણામ આપે ?
ભીતર એકલું અટુલું સળગતું મન અહર્નિશ સળગતાં સ્વપ્નો
ધીમી આંચ તો ક્યારેક પ્રખર તાપ
સતત ચાલતું રહેતું વમળ વિચારોનું
અંધારી રાતમાં દૂર બળતું
એક નાનકડું કોડિયું
એવી એક આછીપાતળી આશ
આખરે છે શું આ ?
એક હળવી લહેરખીની જેમ
ક્યારેક યાદ આવી જતું
એ હળવું સ્મિત
અલગારીપણું હાવી તો થશે
ત્યારે થશે
હમણાં હમણાં
એ ભુલાઈ ગયેલું સ્મિત
સતત કેમ હળવા ટકોરા કરે મન
ડેલી પર ?
કદાચ હજુ ક્યાંક ક્યાંક થોડું થોડું
જીવી જવાય એવું પણ બની જાય ત્યાં એક હાકલ પડે ને
સઘળું હવા થઈ જાય
પ્રેમમય
વરસી પડે
સઘળું એ જ હશે પણ કદાચ......કદાચ....
એવું લાગે.......!

અલગારી. ( પ્રમોદ મેવાડા)

No comments:

Post a Comment