Tuesday 31 January 2017

ગઝલ

ગાવું છે

કો અજાણ્યાં નગરમાં જાવું છે,
નામ તારું જ માત્ર ગાવું છે.

છેક તળિયેથી ઊંચકાવું છે,
ને પછી ટોચ પર ઝીલાવું છે.

કંઈક છે એમાંથી જવું નીકળી,
કંઈ નથી એમાં ગૂંચવાવું છે.
 
ઊગવા દેવો ન હો દિવસને,
સૂર્યને ચન્દ્રમાં છૂપાવું છે.

હાથમાં હાથ દઈને નીકળીએ,
સ્પર્શની ગંગામાં નહાવું છે.
 
મૌનને આરપાર વીંધીને,
શૂન્યમાં જઈ અને સમાવું છે!

-સ્નેહા પટેલ.

No comments:

Post a Comment