Monday 30 January 2017

ગઝલ

પ્રમાણીને પ્રણય ભાવો તમારી વાત કરવી છે,
દબાવીને હ્રદય ઘાવો તમારી વાત કરવી છે.

તમે આપી હતી મનની તરંગી લાગણી  સામે,
નભાવી સ્નેહનો.દાવો તમારી વાત કરવી છે.

હજું પણક્યાંબધુ પામીગયાનો ભેદ સમજાયો
ઇરાદામાં વફા લાવો તમારી વાત કરવી છે.

અમે જાણી ખતા સારી હ્રદય ઝંખે વફા તારી,
હવે ના ઔર તરસાવો તમારી વાત કરવી છે.

ધરી સામે ભલી સુરત બતાવી દો ખરી મુરત,
સહજ ભાવોને અપનાવો તમારી વાત કરવી છે.

ભળી છે લાગણી જ્યારે મળીછે આંખડી ત્યારે,
કરી દુરી ન અજમાવો તમારી વાત કરવી છે.

ઘડી કે બે ઘડી માસૂમ મળ્યાની વાત શું કરવી,
કશો હો રંજ ફરમાવો તમારી વાત કરવી છે.

                  માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment