નારી...
હું એક *નારી* છું.
કે જીવતરે વાવ્યા લીલા સૂકા ઝાડ છે.
ને પછી બાંધી લાલ પીળી સમાજે વાડ છે.
ના સમજાય તેવા અકથ્ય ભાવોને આંખોથી વાળું છું.
તીખા શબ્દોને ઠંડા પાણીથી પલાળું છું.
મને ના સમજનાર સમજાવે છે મને.
પવિત્ર દિલના પ્રેમથી,દિલને સાચવીને સમજાવું છું.
હું એક *નારી* છું,સૌને અવતારનાર છું.
તો કેમ અન્યોની નઝરમાં નમીને ફરું છું.
હું રડું છું;ત્યારે અશ્રુ કોણ લૂછે છે?
હું હસું છું;તો ઈર્ષાળુ કેમ ખસે છે?
પ્રશ્નોના જવાબ મારી પાસે મુક છે.
છતાં હૈયામાં ધરબીને મૌન છું.
હું અસ્તિત્વને આંબુ,છતાં સૌની દિવાળી છું.
હું એક *નારી* છું.
હું રોશની છું,ભલે રાત અંધારી છે.
છતાં હું કેમ ખુદને બુજાવીને પ્રગટું છું.
આખરે હું એક *નારી* છું.
હું ભુલીશ નહિ,તમે સૌ વિચારો.
હું યાદ કરું,તમે સૌ બોલો.
હું નઝર કરું,ધરબાયેલા મુક પ્રશ્નો સાંભળશો?
દુઃખના દરિયામાં વહેતી મુકેલી દર્દની એ વાત છે.
હવે પાંપણે ભીડયાં સુખ ને દુઃખના કમાડ છે.
શોષણ મારું થાય છે,છતાં લોક કહે...
*નારી* છે નર સમોવડી ને...
*નારી* તું નારાયણી.
રમેશ પટેલ.(રામજીયાણી)
અમદાવાદ.
No comments:
Post a Comment