Sunday, 27 May 2018

ગઝલ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

જો ધોમધખતો લાહ્ય ઉનાળો હોય છે
ગરમીનો કેવો કેર કાળો હોય છે.

હા, પ્રેમ સાચેમાં સુંવાળો હોય છે,
એ ઊર્મિનો ભારે ઉછાળો હોય છે.

ક્યારેક ફૂલોથી ય લાગે છે જખમ,
મીઠી ય મધ કોઈ દિ' ગાળો હોય છે.

જોવો જ છે બોલો તમારે લો કહું,
મારો સખો સૌથી નિરાળો હોય છે.

ના,ના, જવાબો સાવ સાચા હોય ના,
કે, બંધબેસી જાય તાળો હોય છે.

લો બારણાં બારી હવે વાસી રહે ,
ઘરની મહીં ના કોઈ માળો હોય છે.

સૂરજને શું થોડી દયા ના આવતી?
કે ઝાડ પર પંખીનો માળો હોય છે.

જો આમ હૈયાના તરંગો શાંત છે
લો યાદ  કંકરનો જ ચાળો હોય છે.

ઓછી થતી આ સભ્યતા જોઉં પછી,
ભીતર મને મોટો બખાળો હોય છે.
✍️કવિતા શાહ

No comments:

Post a Comment