Sunday, 27 May 2018

ગઝલ

થડકાર ત્યારે એ સફાળો હોય છે
એની પલકનો જયાં ઉલાળો હોય છે,

કંઇ કેટલા પંખીઓ થંભી જાય છે,
ત્યાં સ્વપ્નનો બાંધેલ માળો હોય છે,

અંધાર કાતિલ લાગતો ચોમેર પણ,
વિશેષ ધડકનમાં ઉછાળો હોય છે,

એવી ભરી છે જો નજાકત ચાલમાં,
કે ઝાંઝરીનો એમાં ફાળો હોય છે,

પડકાર આંખોનો કરે વિહ્વળ છતાં,
સ્વીકાર પણ મીઠો રસાળો હોય છે,

પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'

No comments:

Post a Comment