ના નશામાં હું ઘણો ચકચૂર છું.
પણ ડુબેલો પ્રેમમાં ભરપૂર છું.
આમ તો દિલનો ઘણો મજબૂત છું,
પ્રેમ આગળ બસ જરા મજબૂર છું.
દર્દ ઘૂંટી આંખમાં રાખ્યું ભરી,
બસ ગઝલમાં અેટલે મશહૂર છું.
ના અપેક્ષા કોઇથી રાખી કદી,
જીંદગીમાં ખુબ જ મગરૂર છું.
જન્મથી જ સાથ આવે 'નીર' અે,
મોતને મળવા ઘણો આતૂર છું.
નિરંજન શાહ 'નીર '
No comments:
Post a Comment