મોનો ઈમેજ
* મૃગજળ દોડ્યું
રણમાં
કોઈ મારી પાછળ
પડ્યું
તરસ છીપાવવા
* લાગણીઓ દોડી
રણમાં
મૃગજળ પાછળ
આભાસ કેવો હોય ?
* વાદળ હિમ્મતવાળું
નિકળ્યું
દોડતું ગયુ ને
સુરજને ઢાંકી દીધો
* માછલી જળમાંથી
નીકળી જમીન પર
પડી હવે ,
માણસો પથ્થર ખાશે !
* તુ પથરાયો છે
મારી આંખોમાં
મારો ઉજાસ થઇ ને
વિરહવેદના ! એ શું ?
* આંખો એ આદત પાડી છે
મારા ગાલને ભીંજવવાની
બહાનું મળ્યું છે
એક
તારા ચાલી જવાનું
* બર્ફીલી રાતમાં
તારા સ્મરણની
હુંફ હું !
પીઉં છું ..
ધીરે ધીરે ...
* કમ્પ્યુટર સ્ક્રીન પર
મત્સ્યકન્યા
પડી છે રેતમાં
સામે બેઠેલો હું
અર્જુનની જેમ તરબતર
* લેખક શોધું છું હું
દીવાલો એ સાંભળેલી
વાતો લખવા
હું મળું મુજ ને ?
* પળ હશે ,
છળ હશે
તુ હશે તો !
જીંદગી હશે ?
* પળ હસે
છળ હસે
તુ હસે તો,
જીંદગી હસે
અસ્મિતા
No comments:
Post a Comment