મકાનો ને બનાવો ઘર.
ઈંટ ચૂનો અને પથ્થર.
શ્વાસ ને છે બાંધવાનો.
કેમ કે છે સાવ અધ્ધર.
આગ વરસે છે ગગન થી.
કવિ ને લાગે ય ફર ફર.
કલમ કે કાગળ નથી ને.
તું કહે છે વાંચ અક્ષર.
એ બધે વાંકું જૂએ છે.
આંખ માં છે રખે કસ્તર.
તિલક કર ઘડીયાળ ને એ.
રોજ લાવે નવા અવસર.
"રશ્મિ" ચેતી ને ઊતરવું.
શબ્દ પણ છે ગહન સરવર.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".
No comments:
Post a Comment