Sunday, 27 May 2018

ગઝલ

== એ વાત જુદી છે ==
આપવી સોગાત છે, એ વાત જુદી છે,
લાગણી બાકાત છે, એ વાત જુદી છે!

એ મને શું આપશે, એ વાત જુદી છે,
માંગવું અવપાત છે, એ વાત જુદી છે!

આમ તો હું પણ સુરજ જેવો ઝળાહળ છું,
હાલ જો કે રાત છે, એ વાત જુદી છે!

જીંદગી મરજી મુજબ વાપરું છું, લ્યો,
એ મળી ખેરાત છે, એ વાત જુદી છે!

ક્યાં સુધી જોયા કરું પ્રતિબિંબ-પડછાયા?
એય મારી જાત છે, એ વાત જુદી છે!

નામ એનું છે ધુરંધર પ્રેમ યાદીમાં,
પ્રેમની શરૂઆત છે એ વાત જુદી છે.!

આજ સુધીના હિસાબો પૂર્ણ છે ‘મંથન’,
કેટલી પુરાંત છે, એ વાત જુદી છે!
--- મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment