ઈચ્છા મુજબની ભૂખ હો જલસો પડે,
આ બાબતે ના ચૂક હો જલસો પડે !!
હુક્કો જલાવી બેસવાનો શોખ છે,
સાથે તમારી ફૂંક હો જલસો પડે.
મારાં બધાં જખ્મો ભલે દૂઝયા કરે,
તારા ખભે બંદૂક હો જલસો પડે.
જાવું નથી એકે દિશાઓ ખોલવા,
તારા હૃદયને હૂક હો જલસો પડે.
આખું જગત ચાહે મને પરવા નથી,
પીડા હિમાલય-ટૂંક હો જલસો પડે.
-ચિંતન મહેતા "સરકાર"
No comments:
Post a Comment