Sunday, 27 May 2018

ગઝલ

આ ઉંમરને સમયના પ્રવાહમાં આપણે ઓગાળી છે
ત્યારે હૃદયને એકબીજાની પવિત્ર મૈત્રી મળી છે

બે તરફથી લંબાયા છે લાગણીના હાથ આપણા
ફૂલથી લચેલી શાખની જેમ જુવો દોસ્તી ફળી છે

અહેસાસ એવા તો ઓગળ્યા છે એકમેક માં હવે
તાજી ખુશ્બૂ ફૂલોની જે રીતે હવાઓમાં ભળી છે

જન્મોના એક લાંબા અંધકાર પછી જાણે હવે
આ જીવનમાં એક ઝળહળતી જ્યોતિ જલી છે

ઓગળેલી તમન્નાઓના ઝરણાંઓની ગતિ હવે
તમારા જ અસ્તિત્વ તરફ સ્નેહથી ઢળી છે

વિરહની પાનખર ને સ્પંદનોનો સળવળાટ
ઝંખનાઓ મિલનની વસંત માટે ટળવળી છે

તમે વરસ્યા છો જ્યારથી"પરમ"મેઘ થઈને
આ રુદિયાની સૂકી ધરા"પાગલ"થઈ પલળી છે

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment