યાદ તમારી જ્યારે અકળાવે એકાંતે
ને આંખમાંથી ઓગળી જાય પડઘો
લાગણીઓ ને વાચા ફૂટે પછી ભીતર
ને મૌન શબ્દો વચ્ચે મલકાય પડઘો
અહેસાસ થાય એક જ્યારે આપણા
સંવેદનાનો રણકો બની જાય પડઘો
અંતરના અરમાનો મૂકે માઝા જ્યારે
સ્પંદનોના સથવારે ગૂંગળાય પડઘો
સન્નાટાની વાંસળી કરે ઘાયલ હૃદય
ને બે ધડકન વચ્ચે અથડાય પડઘો
ઘડી મિલનની સળવળે સ્વપ્ન મહીં
ને વર્તમાને વિરહ બની મુંઝાય પડઘો
ઘાયલ મન ચડે કલ્પનાના અશ્વ પર
ને વિચારોના પેંગડે ગૂંચવાય પડઘો
એક"પરમ"આશ સંચરે સદા તારી
આળસ મરડી"પાગલ"કરી જાય પડઘો
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment