Monday, 21 May 2018

ગઝલ

શબદને લાત મૂક🌳

ડૉ.સત્યમબારોટ

ભાવ ભીની ભાત મૂક,.
શબ્દની પંચાત મૂક.

ભાવ કાળા જે કરે,.
શબ્દની એ વાત મૂક.

જે તને ભટકાવતી,.
લાગણીની રાત મૂક.

પડ નહીં ભાષા મહીં,.
વ્યાકરણની જાત મૂક.

જાતને સંભાળ તું,.
ભાવની ઓકાત મૂક.

જાત જ્યાં ગોથે ચડે,.
એ શબદને લાત મૂક.

છોડ સંધીના ચરણ,.
અર્થની ખેરાત મૂક.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌳🌳માનવી કામનો છું🌳

ડૉ.સત્યમબારોટ

દરદ ખોતરું છું પછી ફોન કરજો,
ઉકળતો ચરું છું પછી ફોન કરજો.

નકામો નથી માનવી કામનો છું,
હજી ફોતરું છું, પછી ફોન કરજો.

નથી ટેમ વાતો કરું પ્રેમની હું,
કરજ હું ભરું છું, પછી ફોન કરજો.

નથી ઝાડ મોટું થયો હું હજીયે,.
હજી ઊછરું છું પછી ફોન કરજો.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment