Sunday, 27 May 2018

ગઝલ

*ગઝલ - પલળવું જોઈએ...*

પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું  જોઈએ;
આભને રોકી નયનથી બસ પીગળવું જોઈએ.

શબ્દ ત્યારે પીગળે, પીડા  પ્રસવની  ભોગવો;
આ પ્રખર તાપે કનક માફક પ્રજળવું જોઈએ.  

વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;
ઋજુ નમણો ઢાળ નીરખી ને  જ  ઢળવું  જોઈએ.

અલવિદા ખુદ કાળ ને કહેવા સમય થંભી જતો :
પ્રેમથી આપે સમયસર યાર વળવું   જોઈએ .

જો  કળીને કોઈ પીંખે તો ન  શબવત બેસતાં
ભીતરે  લોહી ખરેખર દોસ્ત બળવું  જોઈએ.

            *દિલીપ વી ઘાસવાલા*

No comments:

Post a Comment