Friday, 6 January 2017

અછાંદસ

*લાગણીઓનો સેતુ

બાંધી રહ્યો છે તું
મારી સાથે લાગણીઓનો સેતું
જાણે ભવોભવની કોઈ
ઓળખાણ હોય તારે ને મારે

                 વાત તો તે માંડી એવી કે ......
                 જાણે ખાતા હોય માવા બરફી
                 હા..,હસીશ નૈ,સાચું કહું છું
                 મારા આ મોળા થૂંક સંસારમાં
                 તું આવ્યો છે કંસાર થઈ ને

પણ તને ખબર છે?....
વધારે મીઠી વાત પણ સારી નથી
મને ડર લાગે છે હરપળ
કયાંક....
જાજુ ના થઈ જાય આ ગળપણ

                  તું મને તારા તરફ ખેંચીશ
                  ને ,હું તારા તરફ આવીશ
                  આપણે એક બીજાને જાણશું
                  ત્યારે સપના નહીં હકિકત હશે
                  પછી લાગીશ હું તને અડચણ.

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment