Thursday 28 March 2019

ગઝલ

જીંદગીના રંગમંચ પર કરતી મથામણ, જાતની સાથ હું,,
ખુદ થી જ જીતવું, ને ખુદ થી જ હાર હું..

મારું દિલ જે કહે, તે મન કદી ન સાંભળે,
મારા જ પ્રશ્ન કેરો કદી મારો જવાબ હું..

માપું તો કઈ રીતે હું માપું સઘળા જગતને,
ખાલી જ મારા મન સુધી નો મારો જ વ્યાપ હું..

ક્યારે કિનારે લાગશે વહેતો જીવન મકામ?
પહોંચવું છે પાર સામે, મારું જ વહાણ હું..

છું એકલી જ પંડે, લડતી સહુ ની સાથ હવે,
આપી શકું હું કેમે? મારું જ પ્રમાણ હું?

ના કથા, ના નાટક, છે કડવી એ વાસ્તવિકતા,
આ સઘળો છે જાદુ પ્રેમ નો, ને વસ્તુ તમામ હું...

અંજના ગાંધી "મૌનું"
મુંબઈ

No comments:

Post a Comment