Monday, 25 March 2019

ગઝલ

પ્રેમથી પૂચકારવાનું બંધ કર
હેતથી હંફાવવાનું બંધ કર

થાય છે બદનામી તારા કારણે
બારણેથી આવવાનું બંધ કર

દાવ લેવાને વિચારું છું હવે
ધાકધમકી આપવાનું બંધ કર

જે થશે તે તો થશે શાને ડરે
બીક રાખી ભાગવાનું બંધ કર

વાત વાતમાં પાસુ બદલી જાય જે
એ વિચારો નાથવાનું બંધ કર

સરલા સુતરિયા

No comments:

Post a Comment