આજનો શબ્દ *ચોકીદાર*
*ચોકીદાર કદી ચોર નીકળે નહી,*
*બોલવામાં એમ જોર નીકળે નહી.*
*કાગડા બધે કાળા આમેય હોય,*
*મરાલ કદી કરી શોર નીકળે નહી.*
*પ્રજા બની પાંગળી યાચે તો પણ,*
*કઠબુદીના બધા ઠોર નીકળે નહી.*
*હોથલ ઘર જેસલ-જખરો નીપજે,*
*કાગડી માળે કદી મોર નીકળે નહી.*
*રાષ્ટ્રપ્રેમ જેની રગેરગમાં વહે છે,*
*આપણો ચોકીદાર ચોર નીકળે નહી.*
*ધોળા દાડે કરે કાળાં કામ જેમને,*
*રાઘવ શું ? ફરક ભોર નીકળે નહીં.*
- રાઘવ વઢિયારી
No comments:
Post a Comment