Monday 25 March 2019

ગઝલ

ક્યાં જરુરી છે કે મૃગજળ છેતરે,
બ્હાવરી હો પ્યાસ તો રણ છેતરે.

એ કૂંવારી રેતમાં ઓઝલ થશે,
જે નદીને ખુદ વાદળ છેતરે.

આ હથેળી એટલે લીલી છે દોસ્ત,
વૃક્ષ જેવું અમને સગપણ છેતરે.

એક સૂરજ વક્ષમાં ધરબીને આજ,
સાંજને દીવાની જળહળ છેતરે.

શબ્દનાં તિલક કરું જ્યાં ટેરવે,
આ કલમને શ્ચેત કાગળ છેતરે.

એ પતા માફક ખરી પડશે અહીં,
ઘરને જો મમતાનું આંચળ છેતરે.

દીપ બુજાશે કલમના તે દિવસે,
હોઠ, હૈયું, હાથ આ ત્રણ છેતરે.

શૈલેષ પંડ્યા
🌹નિશેષ 🌹

No comments:

Post a Comment