એમ નજદીક છે આમ છેટા ય છે
એમને આ હવા જેમ ભેટાય છે
તર્કની બકરી રાખું એ પુરતી નથી
છે ,વધારામાં થોડાંક ઘેટાં ય છે !
હું વિચારું કદી વૃક્ષ નીચે ઊંઘીને
આમ આકાશમાં થોડું લેટાય છે ?
હોય છે જિંદગી એક કૂકર સમી
ને જુઓ, એની અંદર બટેટા ય છે !
થાય કે,માત્ર કહીએ ગઝલ આપણે
હા ,પીડાના પ્રકારો તો પેટા ય છે !
ભરત ભટ્ટ
No comments:
Post a Comment