Thursday 28 March 2019

ગઝલ

કાગળ થઈ બળવું તમને નહીં ફાવે,
શબ્દો થઈ ફળવું તમને નહીં ફાવે.

રેતીનુ નગર છે આ બળબળતું,
સરિતા થઈ મળવું તમને નહીં ફાવે.

ચુમીને ધરાને તરબતર કરવા,
વાદળ થઈ ઢળવું તમને નહીં ફાવે.

છત્રી  થઈ ઓઢશો ઉદાસી તો,
મન મુકી પલળવું તમને નહીં ફાવે.

થૈ રક્ત ભળ્યાં ભલે નસેનસમાં
પણ અશ્રુમાં ભળવું તમને નહીં ફાવે.

ચરણોમાં પડ્યું છે ઝાંઝવુ તો શું?
મૃગ જેમ રઝળવું તમને નહીં ફાવે.

દુશ્મનનો નકાબ પ્હેરવો પડશે,
મિત્રો થઈ છળવું તમને નહીં ફાવે.

શૈલેષ પંડ્યા..
નિશેષ

No comments:

Post a Comment