Tuesday 26 March 2019

ગીત

કાગબાપુ ની અમર રચના

મોઢે બોલુ 'મા'

મોઢે બોલુ 'માં', સાચેંય નાનપ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !

ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !

મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !

જનની કેરુ જોર, રાઘવને રે'તુ સદા;
(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

No comments:

Post a Comment