Monday 25 March 2019

ગઝલ

ચોકીદાર

ચોકીદાર  જ  ચોર  નીકળ્યા,
બોલવામાં જ જોર નીકળ્યા.

પડઘા  શાંત પાડ્યાં  ત્યા તો,
ધીમી ચાલે જ શોર નીકળ્યા.

પંદર લાખની ગુણી મળી તો,
ઠળીયા સાથે  બોર  નીકળ્યા.

આખું વર્ષ બસ ખાધા જ કર્યુ,
ચૂટણી ટાણે જ મોર નીકળ્યા.

મોટા મોટા બણગા ફૂકતા આ,
ફરવા  નેતા ચારેકોર નીકળ્યા.

એક બીજાની જીભથી લડતા,
"મયુર" ખોદવા  ઘોર નીકળ્યા.

મયુર દરજી
વડોદરા

No comments:

Post a Comment