Thursday 28 March 2019

ગઝલ

વાત વે'તી થાય છે,  પાગલ ન બન,
ચોતરફ ફેલાય છે   પાગલ  ન  બન.

કાન   સરવા   થાય   છે   દીવાલના
ને પવન પણ વાય છે, પાગલ ન બન.

હું    ફકીરીના    નશામાં     કેદ    છું,
તું   મદીરા   પાય  છે,  પાગલ ન બન.

મૌન   ખુદ    વાચાળ    ને   તે   છતાં
ગીત  શાને  ગાય છે?   પાગલ  ન બન.

કોણ   કોને   સાથ   આપે   એ   બધું,
અવસરે   પરખાય   છે,  પાગલ ન બન.

ખ્વાબ  માં   પણ   તું હવે  ના  આવજે,
લોક   સમજી  જાય છે,  પાગલ ન બન.

કોણ  પાગલ  થઇ  ગયું   એ   જાણવા,
'પુષ્પ ' ગોથા ખાય  છે,   પાગલ  ન બન.

                 ---- પબુ ગઢવી 'પુષ્પ '

No comments:

Post a Comment