આજનો શબ્દ
*વચન*
*છંદ ગા×12*
*આખી માનવ જાત ગમાડું , લે તારે શું ?*
*મારા વચને નાત નમાડું , લે તારે શું ?*
*તું મન માની કે'તો હા છે મન માની બસ ,*
*પાવો ફાવે તેમ વગાડું , લે તારે શું ?*
*મન મોજી મતવાલો છું રંગીલો રાજા,*
*ખોટા પૈસે જગત જમાડું, લે તારે શું ?*
*છોને કેતા કે સૂરા બોલ્યા ના ફરતા,*
*મારા વચન બધા મુ તોડું , લે તારે શું ?*
*ના એક્કો, ના રાજા,ના રાણી, ના ગોલ્લો,*
*જોકર એક્કા સંગ રમાડું, લે તારે શું ?*
*ઘડતર ના કૈ, ગણતર ના કૈ, આમ વચન દઇ,*
*ખાલી મગજ દરોજ બગાડું , લે તારે શું ?*
- રાઘવ વઢિયારી
રઘુ શિવાભાઈ રબારી રાધનપુર
No comments:
Post a Comment