Tuesday 26 March 2019

ગઝલ

સમયનો સિતમ હો ઘડી, હર ઘડી તો ફરક શું પડે છે !
ને ક્ષણ છેતરે, છેતરે જો સદી તો ફરક શું પડે છે !

છળાતી તરસ બાવરી થઈ ભટકતી, હવે આળસુને,
આ રણ છેતરે, છેતરે જો નદી તો ફરક શું પડે છે !

પ્રતીક્ષા ભરી સાંજ ઉગતી રહે એમ ડૂબતી યે રે'તી,
સદા છેતરે, છેતરે જો કદી તો ફરક શું પડે છે !

નગર આખું સપનાનું ઝાકળ બનીને ઉડે પાંપણેથી,
પ્રહર છેતરે, છેતરે આંખડી તો ફરક શું પડે છે !

હતું દ્વાર ખુલ્લું જરાં તો  ટકોરા અછૂતા રહી ગયાં
એ હક છેતરે, છેતરે આંકડી તો ફરક શું પડે છે !

પૂર્ણિમા ભટ્ટ

No comments:

Post a Comment