Sunday 30 April 2017

ગજલ

પડછાયાને  દીપ   ધરુંં   છું ,
અંધારાને   પ્રિત    કરું   છું .

કરવાને  પૂજા  સરસ્વતિની ,
શબ્દોમાં  સંગીત  ભરું  છું .

મેળવવા  સુખ  જગનાં  સઘળાં ,
રોજ  જન્મું  છું  ને  રોજ  મરું  છું .

ક્યારેક   વસંત   બનું  ,  તો  કદિ ,
ઉપવનનું  પર્ણ   થઇ  ખરું  છું .

બીક   નથી   રાખી   જીવનમાં ,
ઊંડા   પાણીમાં   હું    તરું  છું .

કરવા   લીલું     આ    હૈયાને ,
ઝરણું  થઇને   રોજ  ઝરું  છું .

પામ્યો નહિ   કશું  તોયે   પણ  'જશ'  ,
આજ    સમયની   સંગ   સરું   છું .

                  જશુ  પટેલ
                ૩૦-૦૪-૨૦૧૭
                   યુ.એસ.એ.

No comments:

Post a Comment