તને ખબર પડી ?
આ કોણ દ્વાર ખટખટાવતું , તને ખબર પડી ?
પછી આ કોણ આવતું -જતું , તને ખબર પડી ?
હા, કોઈ મંત્ર જેવું બોલતું , તને ખબર પડી?
ને ધૂપ થઈને ઘર મહેકતું , તને ખબર પડી ?
ચરણ નહી છતાંયે ચિહ્ન છે અહીં તહીં હજુ
સતત થતું કે કોઈ ચાલતું , તને ખબર પડી ?
ન કોઈ છાંય છે ન ભાસ આસપાસ છે અહીં
'ને શિર ઉપર એ હાથ રાખતું , તને ખબર પડી ?
-----મહેન્દ્ર જોશી
No comments:
Post a Comment