Saturday 29 April 2017

ગઝલ

હવે એકા'દ છાલકથી જ ભીંજાઈ જવાનું છે,
ભલા ચોમાસું આખું  આપણું થોડું થવાનું છે.?

મુકો મનની તમે મોટાઈ તો પણ સારું કે'વાશે,
કહે છે કોણ આખેઆખું  ઘર આ ત્યાગવાનુ છે.

હુ મારા ઘરને ઝળહળતો દિવો થઈ ખુદ જ અજવાળું,
બે કર જોડીને મારે એટલું તો  માગવાનું છે.

છું તારા હોઠની હું મોરલી વિશ્વાસ છે મુજને,
તુ થોડો શ્ચાસ આપે તો હવે મારે વાગવાનુ છે.

સમયની આ બટકતી ભીંતમાં  ખીંટી એકા'દી રાખ,
કે આ હોવાપણાને કાલ ત્યાં તો ટાંગવાનુ છે.

શૈલેષ પંડ્યા...

No comments:

Post a Comment