Sunday 30 April 2017

ગઝલ

ચશ્માં ઉતારી દે પછી તળને તપાસીએ.
ને આંખમાં ઉભરેલા એ જળને તપાસીએ.

વરસો પછી પણ  આંખને ટાઢક નથી વળી,
બસ એજ કારણ કાયમી પળને તપાસીએ

ચોરી થવા જેવું બધું ચોરી થઈ ગયું,
બસ એ પછી શું કરવા સાંકળને તપાસીએ

ઈશ્વર કણેકણમાં વસે છે શું એ સાચું છે?
તું આપે છે ઉત્તર કે.. આગળને તપાસીએ

દરિયો, સરોવર ને નદીના અર્થ શોધવા,
ચાલો 'અદિશ' સૂરજના ઝળહળને તપાસીએ
અદિશ

No comments:

Post a Comment