Sunday 30 April 2017

ગજલ

*મુસલ્સલ ગઝલ*

        *ભીંતો*

અંતરમાં પડઘાતી ભીંતો,
રોજ મને અથડાતી ભીંતો.

રૂપાળી છો લાગે તમને,
ભીતર જંજાવાતી ભીંતો.

એકલતા મારી જોઈને,
મન-મનમાં હરખાતી ભીંતો.

મસ્તીમાં છંછેડું જ્યારે
કાઢે કેવી છાતી ભીંતો!

છણકો એનો તોબા તોબા
લાગે છે ગુજરાતી ભીંતો.

બાથ ભરી ને પપ્પી આપું,
ધાબાથી શરમાતી ભીંતો.

ભીની થઇ છે વણ ચોમાસે,
ગઝલો મારી ગાતી ભીંતો.
    
         ✏કવિ-જુગલ દરજી          
                       માસ્તર

No comments:

Post a Comment