Friday 28 June 2019

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા

સ્વપ્નમાં તો શહેર આખું રોજ ધારું,
પણ હકીકતમાં નથી સપનુંય મારું.

શબ્દ વિણ પણ સઘળું કહી દે મૌન તારું
આમ શબ્દોને હરાવે એકધારું.

વાત જ્યારે હોય તારી જીતની તો,
બાજી ત્રણ એક્કાની આવે તોય હારું.

વીંધવા એક લક્ષ્યને ખાતર કદી પણ,
આંખ પંખીની હું ક્યારે પણ ન ધારું.

સોય દોરાની લડાઈમાં નકામું,
થઈ ગયું સંબંધમાં પણ એક બારું.

ભાવની પીઠી ચડી સંબંઘ પર ને,
ઝળહળી ઊઠ્યું અચાનક હૈયું કુવારું.

--દિલીપ ચાવડા (દિલુ)  સુરત

No comments:

Post a Comment