Monday 29 October 2018

ગઝલ

એનાં ઘરથી બસ મારા ઘર લગનો વિસ્તાર,
જાણો, આ છે મારી દુ:ખતી રગનો વિસ્તાર.

ગજવા સાચવવાનાં પાટિયા લાગ્યાં છે,
લાગે છે આ કોઈ રીઢા ઠગનો વિસ્તાર.

ખુલ્લા આકાશે ઉડવાનું એને ફાવે?
જેને ગમતો કાયમ છબછબ બગનો વિસ્તાર.

શબ્દોથી ઝળહળ થઇશું અહીં સૂરજ જેવું,
સત ફેલાવા ઓછો પડશે શગનો વિસ્તાર.

ડર છે નહીં કોઈ કંકર રૂપી દુશ્મનનો,
મેં રાખ્યો છે સંબંધોમાં મગનો વિસ્તાર.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment