Tuesday 30 October 2018

ગીત

જોશીનો વરતારો પપેરમાં વાંચ્યો આજે કંઈક જોડશો આજે કંઈક તોડશો
વરતારો જોશીનો સાચો પડ્યો, લ્યો ! મારા ચશ્માં તૂટી ગયા

આંખોની ઉંમર ને આવ્યા બેતાલા, નજીકનું દેખાવું થયું છે બંધ
ઉમંગોની ઉમરને સોળમું જ ચાલે, મારી કમખાનાં તૂટ્યા છે દોર
સોયમાં દોરો કેમ રે પરોવવો કમખાના દોર કેમ સાંધવા ?
કોઈને કેહવાય નહિ કોઈને કળાય નહિ કમખાની દોરી કેમે ય સંધાય નહિ


પરણેતર મારો ખાવાનો રસિયો મોઢું ફુલાવી બેઠો બહાર
વરતારો જોશીનો સાચો પડ્યો, લ્યો ! મારા ચશ્માં તૂટી ગયા

દાળમાં લીંબુ વધારે પડ્યું મને સપરમાં દાડા આવ્યા યાદ
મીઠું ખાવાના વાલમ છે રસિયા  લીંબુ એ વધારી દીધી વાત
મીઠા રોષ સાથે સામે જઈ ઉભી, ઝટ સાંધી દો કમખાનાં દોર
નાજુક હું નાર એમાં વાંક મારો કંઈ નહિ ઘરમાં જ ખૂટ્યો છે ગોળ

પિયુને જ કેહવાય એવી પીયુ ને જ સમજાય એવી મુંજવણનાં ઉડાડ્યા મેં છેદ
વર્તારો જોશીનો સાચો પડ્યો, આજે કંઈક જોડશો, આજે કંઇક તોડશો

અસ્મિતા

No comments:

Post a Comment