Tuesday 30 October 2018

ગીત

સખીનું મળવું

સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

એને ન નડી કોઈ વાડ કે પાળ,
એવું અલ્લડ ને મતવાલું......
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું....(૨)

બાળવયની આપણી યારી,
સોને મઢેલી, રૂપે જડેલી,
ન લાગી ક્યારેય, અકારી.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

થાતાં તો ઘણાં રિસામણાં,
ને તેથી ય, વધું મનામણાં ,
ન હતાં કોઈ, વાંઘા-વચકાં.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

પાંચ દાયકાની મૈત્રી મીઠ્ઠી,
ન કહ્યું થેન્ક્યું, ન સોરી,
ન કદી લાગ્યો, આભાર ભારી.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું....(૨)

સખી! આજ તને હું શું કહું?
સાંભળ, આંખના ઈશારે કહું,
તું ઝાઝું સમજ, હું થોડું કહું.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

ચાલ ફરી, ઓ મુજ સખી,
એકબીજાના કૃષ્ણ બની,
જીવન તણી શીખ, આપીયે સાચી....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું..(૨)

અલ્પા  વસા
કાવ્યાલ્પ

No comments:

Post a Comment