Tuesday 30 October 2018

ગીત

એક સૂકી ડાળી પર કૂંપણ ફરી આજ ફૂટી
ઘરડા વૃક્ષે લાગણી ની ફરી લિજ્જત લૂંટી

દ્રશ્ય આ જોઈને હરખાય છે મારી આંખો
મુક્ત ગગનમાં ઉડવા ફેલાવી મારી પાંખો
હેત ભરેલા હૈયામાં ધીરજ હજી ક્યાં ખૂટી
એક સૂકી ડાળી પર કૂંપણ  ફરી આજ  ફૂટી

લીલા લીલા પર્ણ થી સઘળી ડાળી હરખાશે
રંગબેરંગી પંખીના કલરવ મીઠા ફરી સંભળાશે
ધરતી ની હરિયાળી જોઈ વાદળ કરશે વૃષ્ટિ
એક સૂકી ડાળી પર કૂંપણ ફરી આજ  ફૂટી

મીઠા મીઠા ફળ આપું રંગબેરંગી  ફૂલ આપું
પાયું છે પાણી બદલામાં છાંયા નો મુલ આપું
શુદ્ધ હવા ભેટ માં આપું સમજતી નથી સૃષ્ટિ
એક સૂકી ડાળી પર કૂંપણ ફરી આજ  ફૂટી

વિનોદ બી ગુસાઈ મૌન

No comments:

Post a Comment