## સવાર તો થઈ.... ગઝલ
-----------------------------// -- સિકંદર મુલતાની
સવાર તો થઈ , પણ આંખ ખૂલતી જ નથી,
પરોઢ - સોણલાંમાં ઊંઘ ઊડતી જ નથી.
અવાવરું રાહે આ ફૂલ પાથરે છે કોણ !
રહે વસંત ઉમેરાતી ! ખૂટતી જ નથી.
અમસ્તું આમ ન ઝાકળ અહીં તહીં વરસે,
છે એક દિલમાં કળી, કે જે ખીલતી જ નથી!
આ કોણ, તેમ છતાં દ્વાર સ્વર્ગનાં ખોલે ?
મેં તો ગઝલમાં દુઆ - પ્રાર્થના કરી જ નથી !
કે સાવ મન વિના પકડે કલમ 'સિકંદર' નહિ,
ગઝલ એ લખશે, જે કોઈને સ્ફૂરતી જ નથી !
----------------------------------------------------------------------
No comments:
Post a Comment