જાતને અપનાવ તું,
ક્યાંય ના સરખાવ તું.
હું ઊભો છું તાપમાં,
છાંયડો થઇ આવ તું.
ભીંજવી દે જાતને,
પ્રેમને વરસાવ તું.
આપણું સગપણ જૂનું,
હું હલેસું, નાવ તું.
આ ગઝલમાં ઓગળે,
છે હૃદયનો ભાવ તું.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)
No comments:
Post a Comment