🌳🌳🌳🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ
આળસુનું ભાગ્ય ઉંઘતું જાય છે.
એમ એની જાત છળતું જાય છે.
કર્મમાં જે માનતો હોતો નથી,
ભાગ્ય એનું રોજ મરતું જાય છે.
કામ લોકોના કદી ના આવતા,
એમનું જીવન તો સડતું જાય છે.
લોકના જે ઘર જલાવે છે અહીં,
કુળ એનું રોજ બળતું જાય છે.
પારકા ધનમાં નજર જે નાખતું,
એમનું ધન ખાસ ઘટતું જાય છે.
જે દગાથી ખોદતું ખાડા સદા,
એ જ એમાં રોજ પડતું જાય છે.
ટેવ જેવી પાડશો એવી પડે,
મન બધા ઢાંચામાં ઢળતું જાય છે.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment