ચોક , શેરી, ગામ , પાદરની નથી
ભાષા કોઈ ઘાટ કે ઘરની નથી
તારી સાથે વાત ઈશ્વરની નથી
તું ખરેખર સાવ પથ્થરની નથી
એકલી થઈ ગઈ તો રણઝણ ના રહી
જાણે ઘુઘરી કોઈ ઝાંઝરની નથી
એ નદીમાં આપણે સહુ ઉતર્યા
જે નદી ક્યારેય સમદરની નથી
કેવી રીતે કાનપૂર્વક સાંભળું ?
હો ગઝલ ને વાત ભીતરની નથી !
ભરત ભટ્ટ
No comments:
Post a Comment