Saturday, 13 April 2019

ગઝલ

આંખોથી ઉન્માદ કરું છું,
મનગમતો સંવાદ કરું છું.

એકલતાના દ્વારે જઇને,
ખખડાવાનો નાદ કરું છું.

આંખોમાં ચાતક બેસાડી,
ફોરાનો વરસાદ કરું છું.

રાતોને માંડીને વાતો,
તારા જાવન બાદ કરું છું.

ગમગીનીના સરવાળાને,
ગઝલોથી હું બાદ કરું છું.

- - દિલીપ ચાવડા (દિલુ) સુરત

No comments:

Post a Comment