*તે બધાં સાથે જ ને ?
પીઠ પર ઘા મારવામાં તે બધા સાથે જ ને ?
' બ્રુટ્સ યુ..? ' બોલાવવામાં તે બધાં સાથે જ ને ?
કર ઝડપ તું ઉડવામાં લોક સૌ ભેગા થયાં,
પાંખ તારી કાપવામાં તે બધાં સાથે જ ને ?
હાસ્યનું મહોરું અમે પહેરી લીધું છે, જોઈ લો ,
આંસુને શણગારવામાં તે બધા સાથે જ ને ?
આંખથી તેઓ કરે છે મોત જેવો વાર ને
' ખૂબ વાગ્યું ? ' પૂછવામાં તે બધા સાથે જ ને ?
સરહદેથી આવ્યો તિરંગામાં લપેટાઈને જે
મોત પહેલા મારવામાં તે બધા સાથે જ ને ?
*દિલીપ વી ઘાસવાળા*
No comments:
Post a Comment