## માર શેખી નહીં....(ઞઝલ)
માર શેખી નહીં હુન્નર બાબત ,
છે ઘણી યે સમજથી પર બાબત !
કેમ તું ખોલતો નથી સન્દૂક ?
ખાય છે કાટ માતબર બાબત !
ભોમિયા એમને મળી જ જશે ,
જે હશે બેફિકર સફર બાબત. !
એ જ પહોંચે વસંતના આરે ,
પાર જે કરતાં પાનખર બાબત !
સાન્જ પડતાં જ થઇ જશે પસ્તી ,
જે સવારે ઊઠે ખબર બાબત !
મૂઠ , કામણ-ટૂમણ પડ્યાં રહેશે ,
શીખ ; બચતા , બૂરી નઝર બાબત !
જોઈ લે ; જા.. કબીરવડ , જઈને -
તે પછી રાખજે નશ્વર બાબત !
કાલપણ હું હોઈશ ઞઝલરૂપે ,
હોય શું બીજી અજરામર બાબત ?
–----------------------// - સિકંદર મુલતાની.
No comments:
Post a Comment