હું તૃષાનો અંત છું,
હા, સ્વભાવે સંત છું!
આમ છું વિખરાયેલો,
આમ તંતોતંત છું.
જે છું એ સામે જ છું,
હું ક્યાં હસ્તીદંત છું ?
શબ્દરૂપે જૂજ છું,
અર્થમાં અત્યંત છું!
જો મને કણ-કણ મહીં
સઘળે મૂર્તિમંત છું.
બાજુઓનું જોર છું
ભાગ્યથી બળવંત છું.
છું ફકીરી અંચળો
સર્વદા શ્રીમંત છું.
પ્રગટું છું ગઝલો થકી
કોઈ દૈવી ખંત છું !
- Shabnam Khoja
No comments:
Post a Comment