* પગ*
કાયમ થાતું સાવ નકામાં ખાલે વળગ્યાં ખોલાં છે
ઠેશું વાગી તો સમજાણું,નખ તો બહુ અણમોલા છે
મારા ઘરમાં આવી ગયા છે તો પણ થરથર કાંપે છે
મારા પગ છે કે બીલ્લીના મુખથી છટક્યા હોલા છે?
સુતેલા માલિકની પાસે જઈ લારીએ પૂછ્યું તું
ગાલ ઉપર આ શું ઢોળાણું?આ શેના હડદોલા છે ?
એને લીધે થોડા ઓછાં પાપ થયાં છે સાંજ લગી
સારું છે કે પગનાં તળિયાં વચે થોડાં પોલાં છે
આ સામે એક વ્રુક્ષ ઉભું છે તેને થોડા પડવાના ?
પગ પામ્યા છે વહન મળ્યું છે તેથી આ ફરફોલા છે
- સ્નેહી પરમાર
No comments:
Post a Comment