Thursday 23 August 2018

ગઝલ

*_ગઝલ_*

                          *_૧૯ / ૮ / ૨૦૧૮_*

હા,પ્રથમ તુજને મળ્યાનું  યાદ છે,
એક બીજામાં ભળ્યાનું યાદ છે,

મેં કર્યું'તું હોઠ પર ચુંબન તને,
હોઠ બેઉંનાં અડ્યાનું યાદ છે,

ક્યાં થવાનાં'તાં અલગ તું, હું, કદી,
લોક દુનિયાનાં નડ્યાનુ યાદ છે,

આપણાં તો છે સગા દુશ્મન અહીં,
શબ્દ જગનાં પણ ગળ્યાનું યાદ છે,

આ જગત,લોકો,સગા ને જાત વાદ,
સૌ સમું ત્યારે લડ્યાનું યાદ છે,

વેદના ક્યાં થઈ સહન વિરહ તણી ,
આપણે બે જણ રડ્યાનું યાદ છે,

જાય ના ક્યારેય પણ જો આબરું
ને અલગ માર્ગે વળ્યાંનું યાદ છે,

*_હર્ષ . " સાથી "_*

No comments:

Post a Comment