Wednesday 22 August 2018

ગઝલ

કેવું કૌતુક

વ્હેંચશોને ગોળધાણા?
એષણાઓના છે આણા!

નામ જેની પર લખેલું
એજ ના ઉગેલ દાણા!

શાળ તો ચાલી રહી છે
ક્યાં મળે છે તાણા વાણા?

પાટલા ઉઠી ગયા છે
ને રહ્યા પીરસેલ ભાણા!

મોત છે? ગાજો મરશિયા
પણ પછી ગાજો ય ગાણા!

આગ બૂઝાઈ રહી છે
સંકોરો આવીને છાણા!

કેવું કૌતુક, છે છલોછલ
માટલાં બન્નેય કાણા!

- હરિહર શુક્લ "હરિ"
  ૦૭-૦૯-૨૦૧૭ / ૨૧-૦૮-૨૦૧૮

No comments:

Post a Comment