Thursday 23 August 2018

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

લાવ તારી વાતને

લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહૂકાના તોરણએ બાંધું.

બપૈયા પલવું સાથે લઈ વરસાદી ફોરામાં ફાટફાટ આશાએ ઝીલવાની વાત;
ઝાકળનાં ગુલાબી સપનાઓ આંજી દે ટીપું એક ટાણાને અક્ષર સમ ગૂંથવાની વાત.
તળલગ જલદલમાં ન્યાલ થઈ સ્થિર રહી છીપલીનાં ધારણીએ બાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાને તોરણીએ બાંધું.

પ્રભાતી આંખોમાં સાતસાત રંગોની ભાત લાલ ઓઢણીનો હેલારો વાયુ થઈ જાય;
બંધાતી મોતીની માળ લીલા દોરામાં ખ્યાલ થઈ આંગણીએ તોરણ મલકાય.
આકાશે પલળતા રંગ વહે દૂર પૂર વીજળીને ટાંકા લઈ વાદળીએ સાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાને તોરણીએ બાંધું.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment